You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન > રાજસ્થાની ખીચડી / પુલાવ > બાજરાની ખીચડી
તરલા દલાલ દ્વારા
add to my cookbookadd to shopping list
5/5 stars100% LIKED IT1 REVIEWALL GOOD
bajra khichdi recipe | Rajasthani bajra khichdi | healthy black millet Indian khichdi | - Read in English
बाजरा खिचड़ी रेसिपी | राजस्थानी बाजरे की खिचड़ी | हेल्दी बाजरा खिचड़ी - हिन्दी में पढ़ें (Bajra Khichdi ( Rajasthani) in Hindi)
Added to 294 cookbooks This recipe has been viewed 49704 times
બાજરાની ખીચડી રેસીપી | રાજસ્થાની બાજરાની ખીચડી | હેલ્ધી બાજરાની ખીચડી | bajra khichdi in Gujatati | with 20 amazing images. જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે. તમારો આખા દીવસનો થાક ઉતારી તન અને મનને સ્વસ્થ રાખતી આ રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે. રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પડતો થાય છે એટલે આ ખીચડીમાં પણ દેશના બીજા પ્રદેશમાં બનતી ચોખાની ખીચડીથી અલગ બાજરાનો ઉપયોગ થયો છે. આ બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે કે તે તમને શારીરિક અને માનસિક આરામ આપી, દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે.
જો તમને આ ખીચડી અલગ રીતે માણવી હોય તો તમે બાજરા અને મગની દાળ સાથે પ્રેશર કુકરમાં થોડા સમારેલા શાકભાજી ઉમેરી શકો અથવા આ ખીચડીને વિવિધ મસાલાનો વઘાર પણ આપી શકો.
Add your private note
બાજરાની ખીચડી રેસીપી - Bajra Khichdi ( Rajasthani) recipe in Gujarati
Tags
રાજસ્થાની ખીચડી / પુલાવરાજસ્થાની પારંપારીક સંયોજીક વ્યંજનખીચડી રેસિપીનું કલેક્શન | વેજ ખીચડીચોખા, ખીચડી અને પુલાવએસિડિટી ચોખા / પુલાવ / બિરયાનીડિનરમાં બિરયાનીમનગમતી ભાત / ખીચડી રેસીપી
તૈયારીનો સમય:   પલાળવાનો સમય: ૮ કલાક   બનાવવાનો સમય:   કુલ સમય:   ૨ માત્રા માટે
મને બતાવોમાત્રા માટે
સામગ્રી
૧/૨ કપ બાજરી , ૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી
૧/૨ કપ પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન ઘી
૧ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર
વિધિ
વિગતવાર ફોટો સાથે બાજરાની ખીચડી રેસીપી
જો તમને આ બાજરાની ખીચડી ગમે
જો તમને આ બાજરાની ખીચડી ગમે, તો તમે અન્ય ખીચડી પણ અજમાવી શકો છો જેવી કે
- પંચમેળ ખીચડી
- દહીંવાળી મગની દાળની ખીચડી
- તરકારી ખીચડી
બાજરાની ખીચડી તૈયાર કરવા માટે
- બાજરાની ખીચડી (રાજસ્થાની બાજરાની ખીચડી) બનાવવા માટે પ્રથમ બાજરાને એક ઊંડા બાઉલમાં મૂકી પાણી વડે ૨ થી ૩ વખત ધોઇ લો.
- તે પછી બાઉલમાં જરૂરી પાણી સાથે બાજરાને પલાળવા મૂકો.
- બાઉલને ઢાંકીને લગભગ ૮ કલાક માટે બાજુ પર રાખો. જો તમારી પાસે ૮ કલાકનો સમય ન હોય તો ૪ કલાક સુધી પલાળી રાખ્યા બાદ બાજરાને મિક્સરમાં થોડો સમય ફેરવીને કરકરૂં પાવડર તૈયાર કરી લો.
- પલાળેલા બાજરા ૮ કલાક પછી આવા દેખાશે. પલાળેલા બાજરા અને નાચની આપણા શરીરને ગરમાશ આપે છે અને તે ઉપરાંત ઠંડીના દીવસોમાં તેનો ઉપયોગ કરવો સલાહભર્યું ગણાય છે કારણકે તે પોષકતત્વોના શોષણમાં મદદરૂપ થાય છે. આપણા શરીરમાં સ્નાયુપેશી બનાવવામાં મદદરૂપ થાય છે.
- હવે બાજરાને ગરણી વડે ગાળીને બાજુ પર રાખો.
- હવે પીળી મગની દાળ ગરણીમાં મૂકી નળની નીચે વહેતા પાણી વડે ૨ થી ૩ વખત ધોઇ લો.
- તે પછી તેને સંપૂર્ણ રીતે ગાળીને બાજુ પર રાખો.
બાજરા ખીચડી બનાવવાની રીત
- એક પ્રેશર કુકરમાં પલાળેલા બાજરાને રાખો.
- તે પછી તેમાં પીળી મગની દાળ મેળવો.
- તેમાં મીઠું મેળવો.
- તેમાં 2 કપ પાણી ઉમેરો.
- ચમચા વડે તેને સારી રીતે મિક્સ કરી લો.
- પ્રેશર કુકરને ઢાંકી ૪ સીટી સુધી બાફી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી ઢાંકણ ખોલો.
બાજરાની ખીચડીના તડકા માટે
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી લો.
- ઘી જ્યારે ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરૂ મેળવો.
જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર પાવડર મેળવો.
- મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- હવે તેમાં રાંધેલા બાજરા-પીળી મગની દાળનું મિશ્રણ ઉમેરો.
- બાજરાની ખીચડીમાં થોડું મીઠું મેળવો. અહીં યાદ રાખવાનું છે કે આપણે આગળ પણ ખીચડીમાં મીઠું મેળવેલું છે.
- મિશ્રણને બરોબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ઘી વડે સજાવીને આ બાજરા ખીચડીને દહીં સાથે પીરસો.
Accompaniments
RECIPE SOURCE : Rajasthani Cookbook- Gujarati
Also View These Popular Recipes
Just Added
73 new recipes
46 new photos
2 new cookbooks
3 new reviews
28 नई हिंदी रेसिपी
2 નવી ગુજરાતી રેસીપી
Related Articles
- Benefits Of Parsley
- Benefits Of Basil Holy Basil Tulsi
- Uses Of Paneer Cottage Cheese
- Benefits Of Sweet Potatoes Shakarkand
- Benefits Of Dried Figs Anjeer
- Benefits Of Fresh Figs Fresh Anjeer
- Uses Of Sweet Potatoes Shakarkand
- Benefits Of French Beans Fansi
- Benefits Of Celery Ajmoda
- 9 Super Benefits Of Quinoa
Post your own recipe
Recipe Contest
No Contest Announced
View contest archive....
bajra khichdi rajasthani
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Subscribe Now
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
Login Name | |
Password | |
Forgot Login / Password?Click here
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Are you sure you want to delete this review ?
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.